Thursday 19 November 2015

સવિશેષ પરિચય વાડીલાલ ડગલી

ડગલી વાડીલાલ જેચંદ (૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫) : નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’ વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ.માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ ના ફાઈનેન્શિયલ ઍડિટર. ૧૯૬૩માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર.

૧૯૫૭માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ ના તંત્રીપદે. દેશના અગ્રગ્રણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક.

પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. સામાન્ય જનકેળવણી માટે પરિચયપુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન.

posted from Bloggeroid

No comments:

Post a Comment